Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 28 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 28 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા તારીખ 28-7-2024 ને રવિવારના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે બપોરે 3 કલાકે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમ બાદ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારંભના અધ્યક્ષ તરીકે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝલા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments