Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedનવલખી પોર્ટ પર કોલસો અને અનાજનું કામ પરપ્રાંતીયોને સોપાતા સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

નવલખી પોર્ટ પર કોલસો અને અનાજનું કામ પરપ્રાંતીયોને સોપાતા સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

મોરબી જીલ્લામાં આવેલ નવલખી પોર્ટ પર હાલમાં કોલસો ઉતારવામાં આવે છે. સ્થાનિકો ને પહેલા અહીંયા મજૂરી કામ મળી રહેતું જેમાંથી તેમનું ગુજરાન ચાલતું. પોર્ટ પર પહેલા અનાજ ઉતારવામાં આવતું જેથી અનાજ ઉતારવામાં તેમને રોજગારી મળતું. ધીમે ધીમે અનાજ આવવાનુ બંધ થવાથી સ્થાનિકો બેકાર બન્યા હતા. માછીમારી વ્યવસાય કરતા સ્થાનિકો ને નજીકના દરિયાઈ વિસ્તારમાં મચ્છી નહિ મળતા તેમજ રોજગારી નહિ હોવાથી તેઓ પોર્ટ પર જે કોલસો લઈને આવતા જહાજમાંથી જે કોલસો દરિયામાં પડે છે તે પાણી ઓછું થયા બાદ સ્થાનિકો તે કોલસો એકઠો કરી તેનું વેચાણ કરતા તંત્ર દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આજે માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા જુમાવાળી વિસ્તારના લોકોએ કલેક્ટર ને આવેદનપત્ર આપી હેરાનગતિ બંધ કરાવવા રજૂઆત કરી હતી.


નવલખી નજીક આવેલ જુમાવાળી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આવી અધિક કલેક્ટર ને અજુઆત કરી હતી કે જુના સમયમાં બાપદાદા અનાજ ઉતારવાનું કામ કરતા હતા. બાપદાદાના સમયકાયળથી પરંપરાગત શિપમાંથી માલ ઉતારવાનુ કામ કરતા આવીએ છીએ જેથી સ્થાનિકોને રોજી રોટી મળતી હતી. હાલમાં જે દરિયામાંથી કોલસો કાઢી વેચવામાં આવે છે તેમાં પણ તંત્ર તેમની હોડીઓ લઈ જાય છે અને પરેશાન કરે છે તેથી તેમનો રોજીરોટી નો પ્રશ્ન ઉભો થયો હોઈ તંત્ર દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં ન આવે તેમજ તેમને રોજીરોટી મળી રહે તે માટે રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments