Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી હાઇવે ઉપર ટુ વહીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટનો પહેરવાનો અમલ કરાવતા ટ્રાફિક...

મોરબી હાઇવે ઉપર ટુ વહીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટનો પહેરવાનો અમલ કરાવતા ટ્રાફિક શાખા

મોરબી : મોરબી જિલ્લા ટ્રાફિક શાખા ટ્રાફિક નિયમનનું કડકપણે પાલન કરાવવા માટે ભારે સક્રિય થયા છે. જેમાં તેઓ તેમની જિલ્લા ટ્રાફિક બ્રિગેડ સાથે તમામ વાહન ચાલકોની સલામતીને પહેલા પ્રાધાન્ય આપીને ખાસ ટૂ વહીલરો પોતાની સલામતી વિશે ગભીરપણે વિચાર કરી તેનો અમલ કરે તે માટે આ સમગ્ર જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમે મોરબી હાઇવે ઉપર નીકળતા ટુ વહીલર ચાલકોને હેલ્મેટ પહેરવાની તાકીદ કરીને પોતાની સલામતી માટે હેલ્મેટ કેટલું મહત્વનું છે તે સમજાવ્યું હતું.

મોરબી જિલ્લામાં ખૂબ જ ઓછી રીતે એટલે ખાસ તો નહિવત રીતે ટુ વહીલરો હેલ્મેટનો ઉપયોગ કરતા જ નથી. કોઈપણ રસ્તે નીકળતા ટુ વહીલરોને હેલ્મેટ પહેરવું જરૂરી હોય છે.ક્યાં રોડ ઉપર કઈ રીતે એક્સિડન્ટ થશે એ નક્કી જ હોતું નથી. ત્યારે હેલ્મેટ પહેરેલું હોય તો પોતાની જાત સલામત રહે છે. આવા ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લા ટ્રાફિક શાખા ના પી.આઈ છાસિયા અને તેમની સમગ્ર રીતે મોરબીના હાઇવે ઉપર બાઇક ચાલકો ખાસ હેલ્મેટ પહેરીને પોતાની સલામતી કેળવે એ માટે મેદાને આવ્યા હતા. પીઆઇ છાસિયા સાહિતના સ્ટાફે હાઇવે ઉપર નીકળતા દરેક બાઇક ચાલકોને રોકીને હેલ્મેટનો ઉપયોગ કરવા સમજાવ્યા હતા અને જીવન માટે હેલ્મેટ ખૂબ જરૂરી હોવાની સાથે હેલમેટ ન પહેરવા બદલ કાયદાકીય દંડથી પણ વાકેફ કર્યા હતા. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી જિલ્લા ટ્રાફિક પોલીસે ટુ વહીલરોની સલામતી માટે ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. ખાસ કરીને સીરામીકમાં કામ કરતા શ્રમિકો બાઇક લઈને અવરજવર કરતા હોય પણ હેલ્મેટ પહેરતા ન હોવાથી તેમના ઉપર જીવનું જોખમ રહેતું હોય આ શ્રમિકોની સલામતી જળવાઈ રહે તે માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાની અપીલ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments