મયુર રાવલ હળવદ
ખેડૂતને જે નુકસાન થયું છે તે પૂરેપૂરું વળતર હળવદ માર્કેટિંગ યાર્ડ તરફથી તાત્કાલિક ધોરણે ચૂકવી દેવામાં આવશે: ચેરમેન રજનીભાઈ સંધાણી
હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તાત્કાલિક ધોરણે નુકસાની સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરાઈ
હળવદ માર્કેટિંગ યાર્ડખાતે આવેલ મહારાણા પ્રતાપ શેડમાં કપાસ પડેલા ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર જોત જોતામાં આગ લાગી હતી, પાંચથી સાત ઢગલામાં આગ લાગી હતી આગ કોય વિકરાળ સ્વરૂપ ધારણ કરેતે પહેલા માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફટીની સુવિધા હોવાના કારણે આગ લાગે તે પહેલા તાત્કાલિક તેના પર કાબુ મેળવ્યો હતો. અંદાજિત 400 થી 500 મણ જેટલા કપાસમાં આગ લાગયાનુ જાણવાં મળ્યું છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં સવારના 10:30 વાગ્યાની આજુબાજુએ હરાજી ચાલુ હતી ત્યારે અચાનક મહારાણા પ્રતાપ નામના શેડમાં કપાસના પાંચ થી સાત ઢગલામાં આગ લાગતા અફળાતપડી મચી ગઈ હતી પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવાના કારણે વિકરાળ આગ લાગે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો, અંદાજિત 400 થી 500 મણ કપાસ બળી જવા પામ્યો હતો.
આ તકે હળવદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે જે પણ ખેડૂતને જે નુકસાન થયું છે તે પૂરેપૂરું વળતર હળવદ માર્કેટિંગ યાર્ડ તરફથી તાત્કાલિક ધોરણે ચૂકવી દેવામાં આવશે. દાખલા તરીકે 500 મણ કપાસનું જે ખેડૂતને જેટલું નુકસાન થયું છે તે તમામ ખેડૂતોને પૂરેપૂરું તત્કાલિક વળતર મળે એવો માર્કેટિંગ યાર્ડનો પ્રયત્ન કરી રહ્યું છે.













