Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાલ્વ સીટીંગની કામગીરીને પગલે મોરબીના અનેક વિસ્તારોમાં 16થી 18 ડિસેમ્બર સુધી પાણી...

વાલ્વ સીટીંગની કામગીરીને પગલે મોરબીના અનેક વિસ્તારોમાં 16થી 18 ડિસેમ્બર સુધી પાણી વિતરણ બંધ

મોરબી મહાપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. સુરજ બાગમાં બગીચાની કામગીરી પ્રગતિમાં હોવાથી, ગૌશાળા હેડવર્ક્સથી સુરજ બાગ હેડવર્ક્સની મેઇન લાઇન પર વાલ્વ સીટીંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ કામગીરીના કારણે આવતીકાલ તારીખ 16/12/2025 થી 18/12/2025 સુધી ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રહેશે. આનાથી પ્રભાવિત થનાર વિસ્તારોમાં માધાપર વિસ્તાર, સોમૈયા સોસાયટી, ભગવતી પરા, નવડેલા રોડ, નાસ્તા ગલી, પખાલી શેરી, ગેસ્ટ હાઉસ રોડ, નાગર પ્લોટ, વીસી પરા તેમજ દાણાપીઠ હેડવર્ક્સ, પંચાસર હેડવર્ક્સ, સૂરજ બાગ હેડવર્ક્સ, અને રણછોડ નગર હેડવર્ક્સ જેવા દરબાર ગઢ હેઠળ આવતા વિસ્તારોમાં પણ પાણી વિતરણ બંધ રહેશે તેવું સિટી ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments