મોરબી: નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા “સરદાર કથા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ભારતના નિર્માતા અને અખંડિતતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગોમાંથી એકતા, નેતૃત્વ અને સમાજસેવાની પાઠ શીખવાનો છે. સરદાર પટેલના કર્તવ્યથી ઊભી થયેલી ઓળખ અને તેમના વિચારો આજે પણ દીવાદાંડી સમાન છે. સમાજની એકતાના આ અવસરે સૌની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ પ્રેરણારૂપ બની રહેશે.
આ કથાના વક્તા તરીકે શૈલેષ સગપરિયા (પૂર્વ ક્લાસ-1 અધિકારી, પ્રેરક વક્તા) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી, 2026 એટલે કે સોમવારથી બુધવાર સુધી યોજાશે. કથાનો સમય રાત્રે 9 થી 12 વાગ્યા સુધીનો રહેશે. તેમજ સમગ્ર આયોજન પટેલ કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, શાનાળા રોડ, મોરબી ખાતે કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું સૌજન્ય કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી અને ગોપાલભાઈ ચમારડી દ્વારા કરવામાં આવ્યું છે.











