Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં મોરબીમાં આંતકવાદીના પુતળાનું દહન

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં મોરબીમાં આંતકવાદીના પુતળાનું દહન

મોરબી : બાંગ્લાદેશમાં ગત દિવસોમાં દીપુચંદ્રદાસની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે. તેના વિરોધમાં આજ તા. 23 ડિસેમ્બરને મંગળવારના રોજ સાંજે 6 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં નગર દરવાજાના ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા જે જેહાદી માનસિકતા ધરાવે છે તેમજ હાલની બાંગ્લાદેશની યુનુસ સરકાર સામે આંતકવાદીના પૂતળાનું દહન કરી વિરોધ કરાયો હતો. નોંધનીય છે કે, ગત સપ્તાહ મેમનસિંહ જીલ્લાના ભાલુકામાં એવી ઘટના ઘટી કે જેને પૂરી માનવતાને લજ્જિત કરી છે. જેમાં એક સામાન્ય હિન્દુ શ્રમિક દીપુદાસ પર ઈસ નિંદાના ખોટા આરોપ લગાવી અનૌપચારિક વાતચીતમાં દીપુદાસની જેહાદી ભીડ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારબાદ તેને ઝાડ પર લટકાવી બાળી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવાથી હાલ તે અંગે વિરોધ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments