Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર' દ્વારા કાલે નેચરલ વસ્તુઓનું વેચાણ

મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર’ દ્વારા કાલે નેચરલ વસ્તુઓનું વેચાણ

મોરબી : મોરબીમાં કુદરતી અને ઓર્ગેનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા આવતીકાલે રવિવારે, તારીખ 4 જાન્યુઆરી, 2026 ના રોજ વિશેષ વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેચાણ સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

આ કેન્દ્ર પર આરોગ્ય માટે ઉત્તમ એવી વિવિધ નેચરલ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી અને લેમન ટી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રસોડામાં ઉપયોગી લાકડામાંથી બનેલા પાટલા, વેલણ, જેરણી વગેરે તેમજ ઓર્ગેનિક શાકભાજી પણ મળશે. ખાસ કરીને, રાહત દરે દસ જાતના ગુલાબ સહિત અન્ય અલગ અલગ ફૂલછોડ પણ વેચાણ માટે મૂકવામાં આવશે. મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા સૌને પ્રકૃતિ તરફ વળવાના હેતુસર આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments