Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આદિવાસી સમાજે વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લા આદિવાસી સમાજે વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે મોરબી જિલ્લા કલેકટર સમક્ષ વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લો ખેતી તથા ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર હોવાથી બહારથી મોટી સંખ્યામાં આદિવાસી કામદારો રોજી-રોટી માટે અહીં આવે છે. પરંતુ આ કામદારોને ઘણા સ્થળોએ મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે.

આદિવાસી સમાજે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે. ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ મોરબી જિલ્લાના સર્વાંગી આદિવાસી સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાનું પ્રતિમા અથવા સ્મારક કોઈ જાહેર માર્ગ કે યોગ્ય સ્થળ પર સ્થાપિત કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આવેદનપત્રમાં તૈયાર થયેલા પાકના ભાવમાં વધારો કરાવવા માટે સરકાર સાથે ચર્ચા કરી યોગ્ય ભાવ વધારો કરાવવાની રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત જંતુનાશક દવાઓ, બિયારણો અને ખાતરોના વધતા ભાવમાં ઘટાડો કરવા માટે સરકારમાં અસરકારક રજૂઆત કરવાની માંગ પણ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં લાખોની સંખ્યામાં આદિવાસી કામદારો કામ કરતા હોવાથી તેમના બાળકોના સારા ભવિષ્ય માટે એકલવ્ય શાળા અને હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. બહારથી આવતા કામદારોનું ફરજિયાત રજીસ્ટ્રેશન તેમજ નવા લેબર એક્ટ મુજબ માલિકો અને કામદારો વચ્ચે લેખિત કરાર ફરજિયાત બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

કારખાનાઓ તથા ખેતી ક્ષેત્રે અપૂરતી સુરક્ષા વ્યવસ્થાના કારણે થતા અકસ્માતોમાં કામદારોના જીવ જઈ રહ્યા હોવાની બાબતને લઈને તમામ સ્થળે સેફ્ટી સાધનોનો અમલ ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે. કામના સમયે માલિકોની બેદરકારીથી થતા મૃત્યુમાં માત્ર અકસ્માત નોંધ ન કરીને કલમ ૩૦૪ મુજબ સાપરાધ માનવવધનો ગુનો દાખલ થાય તેવી વ્યવસ્થા કરાવવાની માંગ પણ કરવામાં આવી છે.

આ સાથે કામનો સમય ૮ કલાકનો ફરજિયાત અમલ, લઘુતમ વેતન નિયમ મુજબ યોગ્ય વેતન આપવામાં આવે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતા કામદારોને ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓ ફરજિયાત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત સિલિકોસિસ જેવી ગંભીર બીમારીના દર્દીઓને કંપની તરફથી આર્થિક વળતર અથવા વીમો તથા સારવાર સુવિધા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને કામદારો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments