મોરબીના પરહિતકર્મ ગ્રુપ દ્વારા ઠંડીમાં રક્ષણ મળે તે માટે નાના બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ શનિવારે ગ્રુપના સભ્યો દ્વારા મોરબીમાં આવેલા હાઇવે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 111 થી વધુ નાના બાળકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા. સાથે છેલ્લા નવ દિવસથી ગરમાગરમ શીરો પણ ખવડાવવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત ગ્રુપના સભ્યોએ પરિવારમાં આવતા સારા પ્રસંગોમાં સેવાકીય કાર્ય કરવા લોકોને પણ અપીલ કરી હતી.









