મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા લોકોની આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે 19 પ્રકારની આયુર્વેદિક વસ્તુઓથી આ આયુર્વેદિક ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું.
સત્યેશ્વર મહાદેવ મંદિરે સવારના 6-30 થી 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓ અને વટેમાર્ગુઓને આ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં પુજારી પિન્ટુગિરી મહારાજ અને તેમના પત્નીએ અવિરત સેવા આપી હતી. આ ઉકાળો પાવાની શુભ શરૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયા, સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, પાસ્ટ પ્રમુખ લા. ટી. સી. ફુલતરિયા અને લાયન સભ્યોના હસ્તે કરવામાં આવી હતી. સતત આઠ દિવસ સુધી આશરે 1100 વ્યક્તિઓને સેવાભાવી સભ્યો દ્વારા ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જેમાં લા. મહાદેવભાઈ ચિખલિયા, લા. મણીલાલ જે. કાવર, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા તથા કાનજીભાઈ શેરસિયા અને pfvdg લા. રમેશભાઈ રૂપાલાએ સેવા સહકાર આપ્યો હોવાનું મંત્રી લા. કેશુભાઈ દેત્રોજા અને પાસ્ટ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









