Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલખધીરપુર રોડ કેનાલમાં પડેલા નંદીનું બજરંગ જીવદયા ગ્રુપ મકનસર દ્વારા સફળ રેસ્ક્યૂ

લખધીરપુર રોડ કેનાલમાં પડેલા નંદીનું બજરંગ જીવદયા ગ્રુપ મકનસર દ્વારા સફળ રેસ્ક્યૂ

મોરબીમાં લખધીરપુર રોડ પર આવેલી મુખ્ય કેનાલમાં એક નંદી મહારાજ છેલ્લા ચારથી પાંચ દિવસથી પડી ગયેલા હોવાની માહિતી એક સેવાભાવી નાગરિક તરફથી મળતા બજરંગ જીવદયા ગ્રુપ મકનસરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ટીમ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોતા તરત જ રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી. નંદી મહારાજને સંપૂર્ણ સાવચેતી સાથે કાબૂમાં લઈ બાંધી દેવામાં આવ્યા હતા. બાદમાં તરવૈયાઓ અને ક્રેનની મદદથી તેમને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ નંદી મહારાજને પ્રાથમિક સારવાર અને જરૂરી તપાસ આપવામાં આવી હતી. હાલ તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બજરંગ જીવદયા ગ્રુપ મકનસર(બંધુનગર)ની ઝડપી કામગીરી તથા માનવતાભરી સેવાઓની પ્રશંસા કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments