વાંકાનેર : હાલ પોષ મહિના ચાલી રહ્યો છે જે ઠંડી માટે ધોરી મહિનો ગણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઠંડીથી લોકો ઠુઠવાઈ રહ્યા છે જેમા આર્થિક રીતે સક્ષમ લોકોને પાક્કા મકાનો હોય ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાની વ્યવસ્થા હોય છે પરંતુ જે લોકોને બે ટેંકના ભોજન માટે પણ ફાંફાં પડતા હોય શરીર ઢાંકવા રોજિંદા કપડા પણ નસીબ ન થતા હોય તેમને ઠંડીના રક્ષણ માટે ગરમ ધાબળા ખરીદવા ખૂબ જ દૂરની વાત હોય. આવા જરૂરિયાતમંદ અનેક લોકો ઠંડીથી ઠુઠવાઈને મોતને ભેટે છે ત્યારે રાજકીય અગ્રણી પછી પહેલા માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને જીવનનો મંત્ર બનાવી ગરીબો , જરૂરિયાતમંદો તેમજ નિરાધાર લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે દર વર્ષે ગરમ ધાબળા વિતરણ કરી હૂફ પૂરી પાડવા પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તથા કુવાડવા વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો સાથે મળીને આવા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરી પુણ્યનું ભાથું બાંધે છે.
વાંકાનેર પંથકમાં ઠંડીમાં ઠુંઠવાતા જરૂરિયાતમંદોને ધાબળા પહોંચાડવા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ , વેલનાથ મંડળ, શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ, શ્રી બ્રહ્મસેના , શ્રી પરશુરામ યુવક મંડળ સહિત અનેક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે સેવાનું સંકલન કરી તેમજ કુવાડવા વિસ્તારમાં દેવિકા મહિલા મંડળ, ,બાલાજી ગ્રુપ , મોજીલો ડાયરો ગ્રુપ , સીતારામ ગ્રુપ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અરવિંદભાઈ રાજગોર , દેવાંગીબેન મહેતા , નટુભાઈ વ્યાસ , કાળુભાઇ મહેતા , ચનાભાઈ રામાણી, ભૂપતપરી ગોસ્વામી , રૂપેશભાઈ વ્યાસ , લાલભાઈ બાલાજી ગ્રુપ બાબુભાઈ ગોહેલ , ભરતભાઈ કાકડિયા , જગદીશભાઈ કોટક સહિત અનેક સમાજ સેવકોના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી ધાબળા રૂપી હુફ શૈલેષભાઈ ઠક્કર દ્વારા પહોંચાડવામાં આવી હતી. સેવાના ભગીરથ કાર્યોમાં હરહંમેશ જરૂરિયાતમંદો સુધી ધાબળા પહોચાડનાર સમાજના શ્રેષ્ઠીઓનું આ તકે શૈલેષભાઈ ઠક્કરે સાલ તથા ફૂલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા ત્યારે સેવાના સારથી શૈલેષભાઈ ઠક્કરનું પણ ઉમદા સમાજસેવાની બિરદાવી વાંકાનેર તથા કુવાડવાના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
દર વર્ષે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા શિયાળામાં ધાબળાના વિતરણ તેમજ ઉનાળામાં પાણીના પરબ તથા તડકાથી રાહત મળે તે માટે ટોપીઓ વિતરણ કરે છે. છાશ વિતરણ સાથે અબોલ પક્ષીઓને ચણ ગાયોને ઘાસચારો ગરીબોને અનાજની કીટ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાના ભગીરથ કાર્યો સમાજ માટે રાહ ચીંધનાર બને છે.












