મોરબીના કડવા પાટીદાર સમાજના કર્મયોગીઓનું ગ્રૂપ ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા, સ્નેહમિલન અને તેજસ્વીતા સન્માન સમારોહનું ભવ્ય આયોજન રવાપર ઘુનડા રોડ પર આવેલ દ્વારકાધીશ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. કડવા પાટીદાર સમાજના શૈક્ષણિક, સામાજિક અને સંગઠનાત્મક વિકાસના હેતુથી આ વાર્ષિક સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં કડવા પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે મનોજભાઈ પનારા (મેન્ટોર, પાટીદાર યુવા સંઘ), ડો. મનુભાઈ કૈલા (ઉમિયા સમૂહ લગ્ન સમિતિ), દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ), હિતેષભાઈ ગોપાણી (પ્રાંત સંગઠન મંત્રી), કિરણભાઈ કાચરોલા (જિલ્લા મંત્રી), મુકેશભાઈ મારવણીયા (મુખ્ય શિક્ષક સંઘના મંત્રી), અશ્વિનભાઈ એરણિયા (પ્રમુખ, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ), કે.વી. આદ્રોજા (ઉમિયા સમાધાન પંચ), ડો. ભાલોડીયા (ઉમિયા મેડિકલ સેવા), ભાણજીભાઈ આદ્રોજા (પ્રમુખ, ઉમિયા સિનિયર સીટીઝન ક્લબ), અને ડો. ભાવેશભાઈ જેતપરિયાનો સમાવેશ થાય છે.
સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા થઈ. સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયાએ શાબ્દિક સ્વાગત કર્યું. દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે ફોરમના બીજ ઈ.સ. 1998માં રોપાયા અને ઈ.સ. 2001માં તે વટવૃક્ષ બન્યું. તેમણે વાર્ષિક સમારોહ સુધી ફોરમ દ્વારા કરાયેલા કાર્યો અને ગરિમા વિશે માહિતી આપી હતી. ભાણજીભાઈ આદ્રોજા, ડો. ભાવેશભાઈ જેતપરિયા, ડો. ભાલોડિયા, મનોજભાઈ પનારા, ડો. મનુભાઈ કૈલા સહિતના મહાનુભાવોએ સંગઠનની તાકાત અને મહત્ત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા.
સમારોહમાં ધો. 10, ધો. 12 તેમજ મેડિકલના (MBBS, M.D.) પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણણાધિકારી (TPEO) ધર્મેન્દ્રભાઈ જીવાણી (વર્ગ-2) સહિત અન્ય બઢતી પામેલા અને નિવૃત્ત થયેલા કર્મયોગીઓનું પણ મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને સન્માનપત્ર આપી વિશિષ્ટ સન્માન અને વિદાયમાન કરવામાં આવ્યું હતું. સમારોહના આભારદર્શનની વિધિ હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવી. શિલ્ડ અને સન્માનપત્રના આજીવન કાયમી દાતા તરીકે સ્વ. ગોવિંદભાઈ જેરાજભાઈ એરણિયા અને ચંદુભાઈ કુંડારીયા (તલાટીકમ મંત્રી) રહ્યાં હતાં.
આ સમારોહને સફળ બનાવવા માટે સંસ્થાના મંત્રી ઘનશ્યામભાઈ કુંડારિયા અને અન્ય સમિતિ કન્વીનરો જેવા કે જીતેન્દ્રભાઈ ગરમોરા, સવજીભાઈ અઘારા, રમેશભાઈ બૂડાસણા, મનસુખભાઈ કૈલા, નરેન્દ્રભાઈ ઝાલરીયા, મનસુખભાઈ ભાડજા, સંદીપભાઈ આદ્રોજા, ચંદુભાઈ કુંડારિયા, સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, મુકેશભાઈ મારવાણિયા, અશ્વિન એરણિયા, જીજ્ઞેશ રાબડીયા, ગિરીશ કલોલા, રમેશ કાલરીયા, શૈલેષ કાલરીયા, અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા, અશોક વસિયાણી, રાજેશ મોકાસણા, કિરણ કાચરોલા અને જીજ્ઞેશ રાબડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારંભનું સંચાલન શૈલેષ ઝાલરીયા, હર્ષદભાઈ મારવણીયા અને રાજેશભાઈ મોકાસણા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.













