Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ પોલીસે ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ ડિટેઇન કર્યો

હળવદ પોલીસે ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ ડિટેઇન કર્યો

હળવદ : રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ અને મોરબી એસપી મુકેશકુમાર પટેલ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેરની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સૂચનાઓના અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા એક ઈસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

પાસા વોરંટ મળતા જ હળવદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પાસા હેઠળ ડિટેઇન કરાયેલા આરોપીની ઓળખ પ્રવિણભાઈ લાખાભાઈ પગી (ઉંમર ૪૦ વર્ષ, રહે. લાકડીયા પગીવાસ, તા. ભચાઉ, જી. કચ્છ) તરીકે કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રોહીબિશન સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક અને સતત કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments