મોરબીમાં રવાપર-ઘુનડા રોડ ઉપર એક એપાર્ટમેન્ટના 11માં માળેથી કૂદીને સગીરાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા ઇલેવન નામના એપાર્ટમેન્ટ પરથી 16 વર્ષની સગીરાએ પડતું મૂકી આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ સગીરા ધો.11માં અભ્યાસ કરે છે. પ્રાથમિક વિગતો અનુસાર સગીરાએ અભ્યાસમાં નબળી હોય એ બાબતે સ્કૂલેથી ફોન આવ્યો હોય જેનું લાગી આવતા આપઘાત કર્યો છે. હાલ ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.











