મોરબીમાં પાડા પુલ નીચે ગત મોડી રાત્રે એક વૃદ્ધની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પાડા પુલ નીચે રહેતા અને ફુગ્ગા વેચવાનો ધંધો કરતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા ઉ.વ.60ને ગત મોડી રાત્રે કોઈ સાથે માથાકૂટ થતા પગના ભાગે છરી મારી દેવામાં આવી હતી. તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે તેઓનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો છે. બી ડિવિઝન પીઆઇ વી.એન. પરમાર અને પીએસઆઇ ગઢવી સહિતના સ્ટાફ હોસ્પિટલે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.













