જીતુભાઈ ઠક્કર દ્વારા કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત
મોરબી શહેરમાં આવેલ કોનોકાર્પસ વૃક્ષો દુર કરવાની માંગ સાથે મોરબીના જાણીતા પર્યાવરણપ્રેમી અને જાગૃત નાગરિક જીતુભાઈ ઠક્કર દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે
રજૂઆતમાં જણાવ્યું છે કે આમ તો પ્રકૃતિદત્ત દરેક વૃક્ષ માનવજાતને કોઈને કોઈ ફાયદો આપતું જ હોય છે પરંતુ કેટલાક વૃક્ષો માનવ વસાહતમાં આરોગ્ય અને જમીન ફળદ્રુપતાની દ્રષ્ટીએ નુકશાન કરનાર હોય છે એમાંનું એક વૃક્ષ એટલે કોનોકાર્પસ. કહેવાય છે કે કોનોકાર્પસના મૂળ જમીનમાં ૫૦૦ મીટર દુર પર પાણીનો સોર્સ હોય તો ત્યાં પહોંચી જાય છે અને પાણી શોષી લે છે વનવિભાગે પણ આ વૃક્ષના વાવેતર પર થોડા વર્ષોથી પ્રતિબંધ લગાવ્યો છે
આમ છતાં મોરબી શહેરમાં અલગ અલગ સ્થળોએ વૃક્ષોનું અસ્તિત્વ જોવા મળે છે હાલ સુરજબાગમાં ત્રણ, અયોધ્યાપુરી મેઈન રોડ પર બે વૃક્ષ છે જેથી સંબંધિત વિભાગને સુચના આપી વહેલી તકે વૃક્ષોને દુર કરાવી દેવા જોઈએ તેવી મોરબી મયુર નેચર ક્લબના સભ્ય અને પર્યાવરણપ્રેમી તરીકે વિનંતી કરી છે












