મોરબી મચ્છુ નદી પર બાંધેલો અર્જુન સાગર ચેકડેમ જે માનસર તથા સામે રવાપર ગામ ની સીમ માં બાંધેલો છે. તેને રીપેર કરવાની માંગ સાથે જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લા માં આવેલ મચ્છુ નદી ઉપર માનસર અને સામાકાંઠે રવાપર ગામની સીમને જોડતો એવો એક ચેકડેમ બાંધવવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામકરણ પણ કરવામાં આવેલ હતું આ ચેકડેમ અતિવૃષ્ટિ માં તૂટી જવા પામેલ હતો જે છેલ્લે ત્રણ વર્ષથી તૂટેલી હાલત માં છે. જેને રીપેરીંગ કરવા માટે રજુઆતો પણ થયેલ છે. પરંતુ ખનીજ માફિયા ઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમ ના થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનું સાંભળવા મળેલ છે.
આ ચેકડેમ દ્વારા આશરે ૧૨૦૦ હેક્ટર કરતા પણ વધારે ખેતી લાયક જમીન માં સિંચાઈ ની સુવિધા ઉપલબ્ધ થયેલ હતી. જે હાલમાં સિંચાઈ થી વંચિત રહેવા પામેલ છે. જો આ ચેકડેમ રીપેર થાય તો આ બધા ખેડૂતો ને સિંચાઈ નો લાભ મળી શકે તેમ છે. તો આ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા યોગ્ય કરવા અમારી માંગણી છે. જો આવું કરવામાં નહી આવે તો આ બધા ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.








