મયુર રાવલ હળવદ
હળવદના કડીયાણા માથક રોડ પર આવેલ મામાદેવના મંદિરના નામે ઇનામી ટિકિટ બહાર પાડીને એક કરોડથી વધુની લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીઓ આઠ દીવસ થવા છતાં પોલીસ પકડ થી દુર છે.
મામાદેવના નામે ફુલેકું ફેરવવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધાર્મિક આસ્થા અને ભાવનાઓનો લાભ લઈ કેટલાક શખ્સો દ્વારા લોકો પાસેથી રૂપિયા વસૂલવા ઇનામી ટિકિટ બહાર પાડી એક કોરડ થી વધુ ની છેતરપિંડી કરી ભુગર્ભ ઉતરી ગયા છે
આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આરોપીઓ હજુ સુધી પકડથી દૂર છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ મામાદેવના મંદિરના નામે ઇનામી ડ્રો બહાર પાડતા શરૂઆતમાં લોકો તેને ધાર્મિક કાર્ય સમજીને સહકાર આપી રહ્યા હતા, પરંતુ બાદમાં ગત તારીખ ૧૫/૧ ના રોજ ઈનામી યોજના ડો કરી ઈનામ વિતરણ કર્યા વગર રાતોરાત આયોજક ભુગર્ભ ઉતરી ગયા હતા,સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ પાસે તંત્ર.કોઈ માન્ય ટ્રસ્ટ, મંદિર કે ધાર્મિક સંસ્થાની મંજૂરી નથી.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે અને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી થાય છે. લોકોએ તો રૂપિયા આપ્યા બાદ પોતે ઠગાયા હોવાની લાગણી વ્યક્ત કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે,ઉપરાંત, આવા બનાવો ફરી ન બને તે માટે લોકોએ અજાણ્યા વ્યક્તિઓને દાન આપતા પહેલા સાચી માહિતી ચકાસવા અપીલ કરવામાં આવી છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક નામે ઠગાઈ કરવી ગુનાહિત કૃત્ય છે અને આરોપીઓ ઝડપાઈ ગયા બાદ તેમના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે તપાસ વધુ તેજ કરી છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે તેવી આશા વ્યક્ત કરી છે.










