મોરબી: માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં કુલ 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે આર.ટી.ઓ. મકવાણા, એ.આર.ટી.ઓ. પ્રજાપતિ, આઈ.એમ.વી. જાડેજા સહિત બ્રિજેશભાઈ ભાડજા, અશોકભાઈ કાલરીયા અને સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, કર્મચારીઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.












