ટંકારા : “દયાનંદજીનું પ્રેરક જીવન અને કાર્ય આજે પણ દુનિયામાં પ્રકાશ પાથરે છે” આ વાક્ય શિવરાત્રીના ટંકારા બોધોત્સવ વેળાએ ટંકારા પધારેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હતા. તો એમણે જન્મ સ્થળ મુલાકાત વખતે સ્વ હસ્તે નોંધ્યું કે, ટંકારા પવિત્ર ભૂમિ પર એક ક્રાંતિકારી, સમાજ સુધારક, ચિંતક, દ્રષ્ટાનો જન્મ થયો હતો. યુગો સુધી પ્રેરક તેમનું જીવન અને કાર્ય દેશ અને દુનિયામાં સત્યનો પ્રકાશ પાથરી રહું છે. મહર્ષિને સત સત વંદન. આપણા દેશના વર્તમાન વડાપ્રધાન અને જેતે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2012 ના બોધોત્સવ મહોત્સવ દરમિયાન પધાર્યા હતા અને જન્મસ્થાન બોધ મંદિર ગુરૂકુલ મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દયાનંદ સરસ્વતીના શિષ્ય શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિકળશ ગુજરાતમાં ફેરવી માંડવી સ્મારક બનાવ્યું હતું.
નરેન્દ્રભાઈ મોદી આર્યસમાજની પ્રવૃત્તિ અને દયાનંદ સરસ્વતીથી ખુબ ભલિભાતી પરીચિત હતા અને ટંકારા ગુરૂકુલ ખાતે 1992ની સોમનાથ થી અયોધ્યા યાત્રાનું પ્રસ્થાન ટંકારા થી થયું હતું. જેની તૈયારી પૂર્વે નરેન્દ્રભાઈ એક સપ્તાહ પૂર્વે એકલા હાથે યુપી સુધીના રૂટના નકશા રોકાણ જમણવાર સહિતની વિવિધ માહિતી રાણી મહેલ જે આજે ગુરૂકુલ છે એના ચોબાનમાં બેસી તૈયાર કરી હતી. એટલું જ નહી અનેક આર્ય જગતના બિહાર યુપીના સદસ્યોને સથવારે આ યાત્રામાં આવેલ મુશ્કેલીઓમાં એમની મદદ લીધી હતી. જેની રૂપરેખા ટંકારા તૈયાર થઈ હતી. મુરલી મનોહર જોષી, લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઈ સહિતના નેતાઓએ ટંકારા થી 1992 ની યાત્રા પ્રસ્થાન કરી હતી. આ ઉપરાંત પણ નરેન્દ્રભાઈ ટંકારા મર્ચન્ટ એસો સાથે વાતચીતનો ધરબો હતો. અમુભાઈ સોની, પરેશ કંસારા, મહેશ પરમાર, રાજપરાભાઈ વખતો વખત વાતચીત થતી હતી ને મુખ્યમંત્રી બન્યા બાદ ટંકારા અભિવાદન જીલવા માટે મેઈન બજારમાં આવ્યા હતા.
આ ઉપરાંત ગુજરાતના મહામહિમ આચાર્ય દેવવ્રતજી, પૂર્વ રાજ્યપાલ ઓ. પી. કોહલી, સિક્કિમના રાજ્યપાલ ગંગા પ્રસાદ, MDH મશાલા વાળા મહાશય પદ્મ ભૂષણ ધર્મપાલ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે, જે. પી નડ્ડા, મશહુર ફિલ્મ અભિનેતા મહેન્દ્ર કપુર, ખ્યાતનામ સ્નેહલતા હાડાં, ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી અને દેશના અનેક રાજ્યના મહારાજા અને રાજવી પરિવાર ટંકારા આવ્યા હતા.
સ્વતંત્ર સેનાની ગિજુભાઈ વ્યાસ તો શેષ જીવન ટંકારા વિતાવ્યું અને અંતેષ્ઠી પણ ઋષિ જન્મભૂમિની ખાતે થઈ. દેના બેંકના માલિકના ધર્મ પત્ની જયાબેન અને ગિરધરલાલ મહેતા તો ટંકારા આર્યસમાજના શિલ્પી બન્યા હતા. પોરબંદરમાં ગાંધીજીનું કિર્તિ મંદિર બનાવનાર શેઠ નાનજી કાલિદાસ મહેતા જેમણે ગુરૂકુલ કાર્યરત મોરબી રાજવીનો મહેલ ખરીદીમાં માતબર રકમ આપી. આ ઉપરાંત હિરો હોન્ડા કંપનીના માલિક સત્યાનંદ મુજાંલ, રામનાથ સહગલ જે અનેક વર્ષો સુધી ટંકારા ટ્રસ્ટના હોદેદાર રહ્યા. સુપ્રીમ કોર્ટેના રિટાયર્ડ ચિફ જસ્ટિસ મહેરચંન્દ મહાજન સહિત અનેક ન્યાયાધીશ, દ્રારકાપિઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી, ગુજરાત રાજ્ય પોલીસ વડા પી. સી. ઠાકોર, વણઝારા ટંકારા આવી ચુક્યા છે. આ સહિત અનેક નામાંકિત હસ્તીઓ ટંકારા પવિત્ર ભૂમિ પર પધારી ધન્યતા અનુભવી ચુક્યા છે.









