Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi1 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્રે મોરબીમાં સુવર્ણ પ્રાશન ટીપા કેમ્પનું આયોજન

1 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્રે મોરબીમાં સુવર્ણ પ્રાશન ટીપા કેમ્પનું આયોજન

મોરબી : આગામી તારીખ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ પુષ્ય નક્ષત્રમાં દર વખતની જેમ મોરબી શહેરમાં અલગ અલગ બે સ્થળે નિ:શુલ્ક સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુ જીવન આયુર્વેદ દ્વારા 1 ફેબ્રુઆરીએ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન મોરબીના શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરીમાં આવેલા સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી ખાતે આ કેમ્પ યોજાશે.

જેમાં જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા સગર્ભાને નિ:શુલ્ક સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. આ ઉપરાંત સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી સવારે 9 થી 1 વાગ્યે દરમિયાન મોરબીના રવાપર રોડ પર આવેલા નીલકંઠ સ્કૂલ સામેની વિશ્વકર્મા સોસાયટીમાં હનુમાનજી મંદિર ખાતે સુવર્ણ પ્રસંગ ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments