Monday, February 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA કોર્ષ માર્ગદર્શન માટેનો સેમિનાર યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA કોર્ષ માર્ગદર્શન માટેનો સેમિનાર યોજાયો

મોરબી : મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરવા જઈ રહ્યું છે. હવે B.Com અને BBA સાથે CA‌ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમનું શિક્ષણ પણ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. ત્યારે આજરોજ કોલેજમાં J.K. Shah ક્લાસિસ દ્વારા CA કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દીલક્ષી અને માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં J.K.Shah ક્લાસિસના‌ ગુજરાત હેડ પ્રોફેસર વિપુલ ઘેડિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ CA કોર્ષ વિશેની જરૂરી માહિતી અને જરૂરી બાબતોની વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં રજૂઆત કરી હતી. આ સેમિનારમાં CA કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સાથે રાજકોટ J.K. Shah બ્રાન્ચમાંથી મૌલિકભાઈ ટોળીયા ઉપસ્થિત રહ્યા હતા.

સાથે હવે મોરબીમાં J.K.Shah ક્લાસિસ શરૂ થઈ રહ્યા છે ત્યારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરત જ CA ફાઉન્ડેશનનો એક ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવશે. જે અંગેની માહિતી હવે પછીથી જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments