મહાનગરપાલિકાની ફુડ શાખાએ 29 મીઠાઈ- ફરસાણની દુકાનમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યુ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. ફૂડસેફટી ઇન્સ્પેક્ટરે અનહાઇજેનિક 5 લીટર કલરનો સ્થળ પર નાશ કર્યો હતો. અનહાઇજેનિક ખાદ્ય પદાર્થો, લાયસન્સ સહિતના મુદ્દે 17 મીઠાઈ ફરસાણાના ધંધાર્થી, હોટેલ- રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી છે.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી હતી. લાઇસન્સ, અખાદ્ય સામગ્રી, સહિતની બાબતોની તકેદારી ન રાખનાર 17 દુકાન ધારકોને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા એ નોટિસ પાઠવી હતી, ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની વિઝીટ દરમિયાન ભક્તિનગર સર્કલ વિસ્તારમાં આવેલ વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝમાં અખાદ્ય કલરના 3 લીટર જથ્થાનો નાશ કરાયો હતો. ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મમાંથી 2 લીટર જેટલા અખાદ્ય કલરનો નાશ કરાયો હતો. મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખાએ ફૂડ ચેકિંગ તથા નિરીક્ષણ કામગીરી દરમિયાન કુલ 5 લીટર અખાદ્ય કલરના જથ્થાનો નાશ કર્યો હતો. મોરબી મનપાની ફુડ શાખા દ્વારા લાયસન્સ ચેકિંગ કામગીરી અને હોટલ રેસ્ટોરન્ટના ધંધાર્થીઓને ત્યાં સ્વચ્છતા સહિતનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.તેમ મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.









