મોરબી : શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ મિશન નવ ભારત સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષશ્રી અમુલભાઈ જોષીનો આજે જન્મદિવસ છે. શિક્ષણ ક્ષેત્રે તથા સમાજસેવામાં લાંબા સમયથી સક્રિય રીતે જોડાયેલા અમુલભાઈ જોષી સમાજમાં એક આદર્શ શિક્ષક અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે જાણીતા છે. તેમના જન્મદિવસના નિમિત્તે મોરબી સહિત જિલ્લામાંથી સામાજિક, શૈક્ષણિક તથા રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તેમના વિશાળ મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સમાજહિતના કાર્યોમાં અમુલભાઈ જોષીનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. મોરબી ડેઇલી પરિવાર તરફથી અમુલભાઈ જોષીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે તથા તેઓ સદાય સ્વસ્થ, સુખી અને સફળ જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે.









