Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગેરરીતિના આક્ષેપ: નાગરિકે ધરણાની ચીમકી ઉચ્ચારી

મોરબીમાં ગેરરીતિના આક્ષેપ: નાગરિકે ધરણાની ચીમકી ઉચ્ચારી

મોરબીના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા કામોમાં રહેલી ગેરરીતિ અને સુવિધાઓની માંગ અંગે મહાનગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મોરબીના રહીશ વિનોદભાઈ મગનભાઈ પરમારે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

વિનોદભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં થયેલા કામોમાં ગેરરીતિ અને સુવિધાઓ મામલે તેઓ છેલ્લા 25 દિવસથી રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ ન કરાતા અંતે તેઓ આવતીકાલે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સવારે 9-30 કલાકે મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments