Thursday, February 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીનો વીરપર-લીલાપર રોડ હવે 'ઓ.આર. પટેલ માર્ગ' તરીકે ઓળખાશે

મોરબીનો વીરપર-લીલાપર રોડ હવે ‘ઓ.આર. પટેલ માર્ગ’ તરીકે ઓળખાશે

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વીરપરથી લીલાપર સુધી બની રહેલા રસ્તાનું નામકરણ મોરબીના જાણીતા ઉદ્યોગપતિના નામે કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં મોરબીના વીરપરથી લીલાપર રોડનું કામ પ્રગતિમાં છે. ત્યારે આજે જિલ્લા પંચાયતની કારોબારી અને સામાન્ય સભામાં આ માર્ગને મોરબીના પાટીદાર સમાજમાંથી આવતા અને જાણીતા ઉદ્યોગપતિ સ્વ. ઓ.આર. પટેલનું નામ આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે 15 તારીખે જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતી હોય, આ અંતિમ સભામાં લોકહિતના કામોની સાથે મહાનુભાવોના બહુમાન પર પણ મહોર મારવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments