Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બેંકો, મોલ, હોટલ અને હાઈવે પરના પેટ્રોલ પંપ પર CCTV લગાવવા...

મોરબીમાં બેંકો, મોલ, હોટલ અને હાઈવે પરના પેટ્રોલ પંપ પર CCTV લગાવવા આદેશ: કલેક્ટરનું જાહેરનામું

મોરબી: જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરી અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ મુજબ મોરબી જિલ્લાની તમામ બેંકો, ATM, જ્વેલરી શો-રૂમ, શોપિંગ મોલ અને હાઈવે પરની હોટલો તથા પેટ્રોલ પંપ પર ફરજિયાત હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવાના રહેશે.

જાહેરનામાની મુખ્ય વિગતો:

  • કેમેરાનું લોકેશન: બેંકો, ATM, મોલ અને થિયેટરોના પ્રવેશદ્વાર, એક્ઝિટ, રિસેપ્શન, પાર્કિંગ અને લોબીમાં કેમેરા લગાવવા અનિવાર્ય છે.
  • હાઈવે માટે સૂચના: હાઈવે પરના પેટ્રોલ પંપ અને હોટલોમાં વાહનોના નંબર પ્લેટ અને ડ્રાઈવરનો ચહેરો સ્પષ્ટ દેખાય તેવા નાઈટ વિઝન કેમેરા રાખવાના રહેશે.
  • રેકોર્ડિંગ અવધિ: CCTV ફૂટેજનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.
  • સુરક્ષા ગાર્ડ: મહત્વના સ્થળોના પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવી પડશે.
  • નવા એકમો: જિલ્લામાં શરૂ થતા નવા એકમોએ આ વ્યવસ્થા કર્યા બાદ જ કામગીરી શરૂ કરી શકશે.

આ જાહેરનામું 30/04/2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર ઘટના સમયે ફૂટેજ માત્ર પોલીસને જ આપવાના રહેશે, અન્ય કોઈને નહીં.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments