મોરબી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોની રજૂઆતોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.
આ જાહેરનામા મુજબ મોરબી જિલ્લામાં 31/03/2026 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વગર ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે
કોને મુક્તિ મળશે?
- સરકારી ફરજ પરના કર્મચારીઓ અને હોમગાર્ડ્સ.
- લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રા. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો.
- સ્થાનિક સત્તામંડળ પાસેથી પૂર્વ મંજૂરી મેળવનાર સંસ્થાઓ.










