Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-કચ્છના સાંસદના જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને પોષણ કીટ અપાઈ

મોરબી-કચ્છના સાંસદના જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને પોષણ કીટ અપાઈ

મોરબી : મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. તારીખ ૬ માર્ચ ૨૦૨૬ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર, મોરબી ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરી સાંસદના જન્મદિવસની સેવાકીય ઉજવણી કરાઈ હતી.

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આગામી છ માસ સુધી મોરબી શહેરમાં વસવાટ કરતા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના ભાગરૂપે મોરબી ભાજપ પરિવાર દ્વારા આજરોજ ૫૦૦થી વધુ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય થકી દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહેશે અને તેઓને રોગ સામે લડવામાં મદદ મળશે.

આ સેવાકીય પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓને કીટ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments