Saturday, March 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા નંદીઘર ફરી કાર્યરત કરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા નંદીઘર ફરી કાર્યરત કરાયું

મોરબી: મોરબી શહેરના રાજમાર્ગો પર રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને પશુઓની યોગ્ય જાળવણી માટે મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા ગત 28 February ના રોજ નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાંથી અંદાજે 150 જેટલા ખૂંટને પકડીને આ નંદીઘરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં આ પશુઓની યોગ્ય સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.

પશુપાલન અને વ્યવસ્થાપન અંગેની કામગીરીમાં વેગ લાવતા પાલિકા દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 210 જેટલા પશુ માલિકોને લાઈસન્સ ફાળવવામાં આવ્યા છે, જ્યારે 31 જેટલા આસામીઓને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં પાલતુ શ્વાન રાખતા નાગરિકો માટે પણ નોંધણી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 33 પેટ ડોગના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

ANCD શાખાના અધ્યક્ષ દ્વારા તમામ પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટ ડોગ માલિકોને પણ ફરજિયાત નોંધણી કરાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments