મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝ નજીક દરોડો પાડી જાહેરમાં ચલણી નોટોના નંબર પર હારજીતનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, શોભેશ્વર રોડ પર રહેતા પ્રવીણ ઉર્ફે રવી બળદેભાઇ સોલંકી (ઉ.વ. ૩૮) અને સંજય ઇશ્વરભાઇ વઢીયારા (ઉ.વ. ૩૨) કુબેર ટોકીઝ નજીકથી જાહેરમાં ચલણી નોટોના નંબર પર રૂપિયાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમી રહ્યા હતા. પોલીસે દરોડો પાડી બંને શખ્સોને રૂ. ૬૧૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ મામલે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.










