Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ-મોરબી હાઈવે પર ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા આધેડને ગંભીર ઈજા

હળવદ-મોરબી હાઈવે પર ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા આધેડને ગંભીર ઈજા

હળવદ-મોરબી હાઈવે પર સુંદરગઢ અને કડીયાણા ગામ વચ્ચે ટ્રક ટ્રેઈલરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં બાઈક સવાર આધેડને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની વિગત મુજબ, હળવદના નવી શિરોઈ ગામના રહેવાસી મેરુભાઈ અમરશીભાઈ પંચાસરા (ઉ.વ. ૫૦) પોતાનું મોટરસાયકલ (GJ-36-P-0398) લઈને કડીયાણા તરફથી આવી રહ્યા હતા. આ દરમિયાન નીયોની પેપર મિલના ગેટ પાસે સામેથી આવતા ટ્રક ટ્રેઈલર નં GJ-12-BX-0997 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને રોંગ સાઈડમાં ચલાવી આધેડના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મેરુભાઈને માથા અને નાકના ભાગે ઈજાઓ થઈ હતી તેમજ જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. હળવદ પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments