Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના મિતાણા ગામે મારામારી કેસમાં આરોપીને એક વર્ષની સજા, રૂ.10 હજાર દંડનો...

ટંકારાના મિતાણા ગામે મારામારી કેસમાં આરોપીને એક વર્ષની સજા, રૂ.10 હજાર દંડનો હુકમ

ટંકારના મિતાણા ગામના જયદીપ બાબુભાઇ બસીયાએ પ્રભુનગર (મિતાણા)ના દિલીપ રામજીભાઈ ભાગિયાને મિતાણા ગામ પાસે આવેલ ઈશ્વરીકૃપા હોટેલે માર મારી ગાળો આપી ધમકીઓ આપેલ હતી જે બાબતે ફરિયાદીએ વિગતવારની ફરિયાદ ટંકારા પો.સ્ટે.માં કરતાં તપાશ પૂર્ણ થતાં આરોપી વિરુદ્ધ ટંકારની કોર્ટમાં કેસ થયેલ કેસ ચાલી જતા કોર્ટે આરોપી જયદીપને એક વર્ષની સજા ઉપરાંત રૂ. 10 હજારનો દંડ અને તે ચૂકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેસની હકીકત જોઈએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા) ગામના રહીશ દિલીપ રામજીભાઈ ભાગીયાએ તેના જ ગામના જયદીપ બાબુભાઈ બસીયા ઉપર તા.૧૯/૦૩/૨૦૨૧ ના રોજ એવી ફરીયાદ આપેલ કે, આરોપી જયદીપ બાબુભાઈ બસિયાએ મીતાણાની ઈશ્વરી કૃપા હોટલે ફરિયાદીને તું કેમ મારા વિશે બધે વાતો કરે છે તેમ કહી ફરિયાદીને ભૂંડા બોલી ગાળો આપી લાકડાના બડીકા વડે વાસાના ભાગે માર મારી ઇ પી કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૫૦૭ તથા જી.પી. એક્ટ કલમ ૩૪(૧), ૧૩૫ મુજબનો ગુનો કરેલ હતો. જેની ફરિયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ બાદ તપાસ કરનાર અમલદાર દ્વારા નામદાર અદાલતમા ચાર્જશીટ રજૂ કરતાં સમગ્ર કેસ ચાલી જતાં અદાલતનું એવું માનવું છે કે, ફરિયાદીએ પોતાની ફરિયાદને સંપૂર્ણ સમર્થન આપેલ છે, અને આરોપી પક્ષ દ્વારા ઉલટ તપાસમાં આરોપીને મદદરૂપ થાય અને ફરિયાદીના કેસમાં શંકા ઉત્પન્ન થાય એવી કોઈ મહત્વની હકીકત લાવી શકેલ નથી તથા સમગ્ર કેસના અન્ય સાક્ષીઓ પણ ફરિયાદીના કેસને સંપૂર્ણ સમર્થન આપતા હોય અને ફરિયાદપક્ષે રજૂ રાખેલ પુરાવા જોતાં આરોપીએ ઇજા પામનારને સ્વેછાપૂર્વક ઇજા પહોચાડેલના તત્વો નિઃશંકપણે પુરવાર થાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments