Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવૈશ્વિક તંગદિલીનો અસર મોરબીમાં, ડામર મોંઘું થતાં રસ્તાના કામ અટક્યા..!

વૈશ્વિક તંગદિલીનો અસર મોરબીમાં, ડામર મોંઘું થતાં રસ્તાના કામ અટક્યા..!

મોરબી : ઈરાન, ઇઝરાઈલ અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ગેસની સપ્લાયને માઠી અસર પહોંચવાની સાથે પેટ્રોલિયમ પદાર્થની આડ પેદાશ એવા ડામરના ભાવમાં બમણાથી વધુ વધારો થતાં અને ડામરની અછત થતા મોરબી કોર્પોરેશને મંજુર કરેલા અનેક રસ્તાના કામ છેલ્લા બે મહિનાથી અટકી પડયા હોવાનું સામે આવ્યું છે. હાલ મોરબી કોર્પોરેશન આ મુદ્દે સરકારના આદેશની રાહ જોઈ રહી છે.

ઈરાન પર અમેરિકા અને ઇઝરાઈલના હુમલા બાદ તંગ સ્થિતિમાં છેલ્લા બે મહિનાથી પેટ્રોલિયમ પેદાશ તેમજ ગેસના પુરવઠાને અસર પહોંચતા મોરબીના સિરામિક એકમોને એક મહિનાથી વધુ સમય શટડાઉન લેવા પડયા બાદ હાલમાં ડામરના ભાવમાં અચાનક બમણાથી વધુ વધારો થતાં અને ડામરની અછત થતા ડામર રસ્તાના કામમાં શટડાઉન લાગુ પડયા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી મહાનગર પાલિકા દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ, લીલાપરથી બોરીયા પાટી, ક્લીન્દ્રી નદી પુલથી જુના ઘુંટુ રોડ, જેલ ચોકથી લીલાપર ચોકડી, દલવાડીથી સર્કલથી સરદાર 3, નજર બાગથી ભડિયાદ અને ઉમિયાનગરથી જુના રફાળેશ્વર રોડ મંજુર કરવામાં આવ્યા છે પણ ડામરની અછત અને ઉંચા ભાવથી કોન્ટ્રાક્ટરોએ કામ શરુ કર્યાં નથી તો ક્યાંકે અધુરા મુક્યા છે

મોરબી મહાનગર પાલિકાના ઈજનેર હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ મોરબી કોર્પોરેશનના નવા રોડના અનેક કામ હાલમાં ડામરની અછત અને ભાવ વધારાને કારણે અટક્યા છે. હાલના સંજોગોમાં સરકારના માર્ગદર્શન મુજબ ડામરના કામો માટે આગળ નિર્ણય લેવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments