Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓનો તાબડતોબ પ્રદર્શન, તાલુકામાં મેળવ્યા ટોચના સ્થાન

હળવદ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓનો તાબડતોબ પ્રદર્શન, તાલુકામાં મેળવ્યા ટોચના સ્થાન

ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં મેદાન મારતા વિવેકાનંદ સાયન્સ એકેડેમી ના વિદ્યાર્થીઓ

હળવદ : શિક્ષણ ક્ષેત્રે સતત શ્રેષ્ઠતા દાખવતી વિવેકાનંદ સાયન્સ એકેડમીએ બોર્ડ પરીક્ષાના તાજેતરના પરિણામોમાં ફરી એકવાર પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં એકેડેમીના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને તાલુકા કક્ષાએ આગવું સ્થાન મેળવ્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગામી ધ્રુવે 99.96 પર્સેન્ટાઇલ રેન્ક (PR) મેળવી સમગ્ર હળવદ તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેની આ સિદ્ધિ પાછળ તેની અવિરત મહેનત અને સંસ્થાનું યોગ્ય માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થયું છે.

જ્યારે સામાન્ય પ્રવાહમાં રબારી તરુણે 99.79 PR સાથે તાલુકામાં દ્વિતીય સ્થાન મેળવી સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. બંને વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતાને લઈ એકેડેમી પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

આ અવસરે એકેડેમીના મેનેજિંગ ડિરેક્ટર ફેફર સર, કેમ્પસ ડિરેક્ટર મહેન્દ્રસિંહ પઢિયાર, પ્રિન્સિપાલ કાશેલા સર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી અને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સંસ્થાના સંચાલકએ જણાવ્યું હતું કે ગામી ધ્રુવ અને રબારી તરુણની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. સંસ્થા હંમેશા ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે. આ સફળતામાં વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના વિશ્વાસનો મહત્વનો ફાળો છે.

બોક્સ : ડિરેક્ટરનો સંદેશ
ફેફર સરએ જણાવ્યું હતું કે સંસ્થાનું ધ્યેય માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન પૂરતું ન રહી, પરંતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક યુગ માટે સજ્જ બનાવવાનું છે. ગામી ધ્રુવ અને રબારી તરુણની સફળતા તેમની એકાગ્રતા અને સ્ટાફના માર્ગદર્શનનું પરિણામ છે. બંને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે
શુભેચ્છાઓ પાઠવી હતી.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments