મોરબી શહેરના વોર્ડ નં. ૯માં આવતી અરિહંત સોસાયટી, આરાધના સોસાયટી અને અંકુર સોસાયટીમાં કોર્પોરેટર હિરેન કરોતરા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિક રહિશો સાથે સીધી મુલાકાત કરી તેમની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી.
રહિશોએ મુખ્યત્વે રોડ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. કોર્પોરેટર હિરેન કરોતરાએ ધ્યાનપૂર્વક તમામ રજૂઆતો સાંભળી અને આ સમસ્યાઓના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે પગલાં લેવા આશ્વાસન આપ્યું હતું. ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ વિસ્તારમાં આવીને મુલાકાત લેતા કોર્પોરેટર તરીકે રહિશોએ તેમનો ઉષ્માભર્યો આવકાર કર્યો હતો.
કોર્પોરેટર હિરેન કરોતરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે, અને અમે તેના સૈનિક તરીકે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આપનું જનસમર્થન અમને વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવા પ્રેરણા આપે છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વિસ્તરના તમામ પ્રશ્નોને આવરી લઈને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને રહિશોને સુવિધાઓમાં સુધારો અનુભવાશે તેવી ખાતરી આપી હતી.









