Tuesday, May 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ 'બિઝનેસ ટાયકૂન સ્પર્ધા' માં ડંકો વગાડ્યો..

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘બિઝનેસ ટાયકૂન સ્પર્ધા’ માં ડંકો વગાડ્યો..

“ધમાલ ધમાકા ગેમ ઝોન” ની ટીમને એનાયત થયો ‘બિઝનેસ ટાયકૂન ઓફ ધ યર’ નો પ્રતિષ્ઠિત એવોર્ડ

મોરબી: “જ્યાં સપનાઓ થાય છે સાકાર અને ભવિષ્ય લે છે આકાર” ના ધ્યેયમંત્ર સાથે કાર્યરત રવાપર રોડ સ્થિત નામાંકિત શૈક્ષણિક સંસ્થા નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યાપારી કૌશલ્ય અને આંત્રપ્રિન્યોરશિપ ખીલે તે હેતુથી ‘બિઝનેસ ટાયકૂન કાર્યક્રમનું 2 દિવસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત શાળાની 11 કોમર્સ ની વિદ્યાર્થીનીઓએ પોતાની આગવી સૂઝબૂઝનું પ્રદર્શન કરી “ધમાલ ધમાકા ગેમ ઝોન” (Dhamal Dhamaka Game Zone) સ્ટોલ ને શ્રેષ્ઠ વ્યાપારી મોડેલ તરીકે પસંદ કરી ‘બિઝનેસ ટાયકૂન ઓફ ધ યર’ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાત ના જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી મનીષ વઘાસિયાના પ્રેરણાદાયક પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલા ‘વિદ્યાર્થી-વાલી સન્માન સમારોહ’ માં આ વિજેતા વિદ્યાર્થીનીઓની સાથે સાથે CA બનેલા નીલકંઠ કોમર્સ સ્કૂલ ના વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

બિઝનેસ ટાયકુન એવોર્ડ મેળવનાર ધો-11 કોમર્સ ની તેજસ્વી વિદ્યાર્થીનીઓ :

  • ફેફર ક્રિશા ભરતભાઈ
  • અધારા મિત્તલ નિશીથભાઈ
  • કગથરા બંસી નિલેશભાઈ
  • ઝાલરીયા ધ્વનિ વિશાલભાઈ
  • ચાડમીયા યશ્વી જીતેન્દ્રભાઈ

નીલકંઠ કોમર્સ સ્કૂલ ના CA બનેલા તેજસ્વી વિદ્યાર્થીઓ..

  • પોપટ માનસી દિનેશભાઈ
  • પુજારા હેમાંગ રાજેન્દ્રકુમાર

તેમજ બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ
ઇનોવેટિવ & ક્રિએટિવ એવોર્ડ
ઈકો ફ્રેન્ડલી એવોર્ડ વગેરે જેવા એવોર્ડ્સ આપીને ધો-11 કોમર્સ ના ભવિષ્ય ના બિઝનેસમેન ને સન્માનિત કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓની આ શાનદાર સિદ્ધિ બદલ નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ શ્રી નવનીતભાઈ પી. કાસુન્દ્રા અને શ્રી જીતુભાઈ એમ. વડસોલા તથા શાળાના સમગ્ર પરિવારે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી…

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments