મોરબી : મોરબી શહેરના નવલખી રોડ પર આવેલા યમુના નગર વિસ્તારમાં કેદારીયા હનુમાનજી મંદિર વાળા રોડ પર પસાર થતી નાની કેનાલમાં એક રીક્ષા ખાબકતા અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતી આ ખુલ્લી કેનાલ વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમી સાબિત થઈ રહી છે.
સ્થાનિકો દ્વારા જણાવ્યા અનુસાર, આ કેનાલ ખુલ્લી હોવાની સાથે તેમાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા પણ જમા થઈ ગયા છે. ગંદકી અને સુરક્ષાના અભાવે અહીં અવારનવાર અકસ્માતો સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ ખુલ્લી કેનાલ અને કચરાના યોગ્ય નિકાલ અંગે તંત્ર જરૂરી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી છે.









