Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને પાટીદાર વુમન્સ ક્લબ દ્વારા શરબતનું વિતરણ

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને પાટીદાર વુમન્સ ક્લબ દ્વારા શરબતનું વિતરણ

ગરમીથી રાહત આપવા નવા બસ સ્ટેશન પાસે 1300 રાહદારીઓને ગુલાબ શરબત પીવડાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

મોરબી : મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને પાટીદાર વુમન્સ ક્લબ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું. નવા બસ સ્ટેન્ડ પાસે ઉભા રહીને બંને ક્લબના સભ્યોએ માર્ગ પરથી પસાર થતા 1300 જેટલા રાહદારીઓને ઠંડા ગુલાબ શરબતનું વિતરણ કર્યું હતું.

આ કાર્યમાં સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા અને કાજલબેન દાતા તરીકે જોડાયા હતા. સેવાના આ કાર્યમાં બંને ક્લબના મેમ્બર્સ અને સ્ટાફના ભાઈઓએ હાજર રહી જહેમત ઉઠાવી હતી. ભરઉનાળે રાહદારીઓને ઠંડક પહોંચાડી ક્લબ દ્વારા સેવા પરમો ધર્મની ભાવના સાર્થક કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments