Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપરિણામમાં ફરી એકવાર મહર્ષિ ગુરૂકુલનો ડંકો

પરિણામમાં ફરી એકવાર મહર્ષિ ગુરૂકુલનો ડંકો

SSC 2026માં ઝળહળ્યું ગુરૂકુલનું ગૌરવ

63 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે તેજસ્વી સફળતા તરફ આગળ વધ્યા

હળવદની શૈક્ષણિક ઓળખ બની રહેલ મહર્ષિ ગુરૂકુલે SSC 2026ના પરિણામમાં ફરી એકવાર ઐતિહાસિક સફળતા મેળવી જિલ્લાભરમાં ગૌરવ અનુભવાવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં ગુરૂકુલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળાની શ્રેષ્ઠ પરંપરાને યથાવત રાખી છે.

આ વર્ષે મહર્ષિ ગુરૂકુલના કુલ 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સિદ્ધિ નોંધાવી હતી, જ્યારે 68 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સંસ્થાનું નામ વધુ ગૌરવપૂર્ણ બનાવ્યું હતું. સતત ઉત્તમ પરિણામોથી ગુરૂકુલે ફરી એકવાર ‘જમ્બો સંખ્યાનું જમ્બો પરિણામ’ આપતી સંસ્થા તરીકે પોતાની આગવી ઓળખ મજબૂત કરી છે.

વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ શિક્ષકોની મહેનત, સંચાલનની દુરંદેશી અને વિદ્યાર્થીઓના સતત પરિશ્રમનો મહત્ત્વનો ફાળો રહ્યો હોવાનું વાલીઓએ પણ વ્યક્ત કર્યું હતું.

ઉત્તમ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે મહર્ષિ ગુરૂકુલ હંમેશા શિક્ષણક્ષેત્રે અગ્રેસર રહ્યું છે અને આગળ પણ શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખશે.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments