Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો: વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી

વાંકાનેરના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો: વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી

વાંકાનેરના ઝાલી ગામની સીમમાં આવેલી વાડીમાંથી અજાણ્યા તસ્કરો પાણીની મોટર અને વાયરની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે. ખેડૂતની વાડીને નિશાન બનાવી થયેલી આ ચોરીના બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે.

બનાવની વિગતો અનુસાર, ઝાલી ગામે રહેતા અજયભાઈ છનાભાઈ ખમાણી નામના ખેડૂતની વાડીમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી, ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતની પાણીની મોટર તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો સર્વિસ વાયર મળી કુલ ૨૫,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે અજયભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments