Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવા છંટકાવ અને ફોગીંગ કામગીરી

મોરબી મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવા છંટકાવ અને ફોગીંગ કામગીરી

મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા વણકરવાસ, વજેપર, મારૂતિનગર, રાવળશેરી, રવીપાર્ક અને હરીજનવાસ મા ઘર મુલાકાત લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા એબેટ કામગીરી આવી હતી તેમજ રાધેક્રિષ્ના, વજેપર ગટર, રબારીવાસ, સમયગેટ પાસેના વોકળામાં મચ્છર ના થાય તે માટે દવા છંટકાવ અને ફોગીંગ કામગીરી તથા શાકમાર્કેટ તથા લખધીરવાસની ગટરમાં મચ્છરનાશક દવા છંટકાવ કામગીરી કરવામા આવી હતી.

મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા. સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમા સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments