Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રેમસંબંધના વિવાદે લીધો કરુણ વળાંક : મહિલાના આપઘાત બાદ છ સામે...

મોરબીમાં પ્રેમસંબંધના વિવાદે લીધો કરુણ વળાંક : મહિલાના આપઘાત બાદ છ સામે ગુનો નોંધાયો

મોરબીમાં પરિણીત પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના પ્રેમસંબંધને કારણે પ્રેમીની પત્ની સહિતના પરિવારજનોએ પ્રેમિકાના ઘેર સ્કોર્પિયો કારમાં ધસી આવી હુમલો કરી પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકી આવતા આ હુમલાથી ગભરાઈ ગયેલ પ્રેમિકાના માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પતિ, પત્ની ઓર વોની વિચિત્ર પ્રેમ કહાનીમાં પ્રેમીની પત્ની સહિતના છ આરોપીઓ વિરુદ્ધ મહિલાને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના વાવડી રોડ પર ક્રિષ્નાપાર્કમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા ફરિયાદી મદીનાબેન આદિનાભાઈ બ્લોચ ઉ.27 નામની પરિણીતાએ આરોપી નઝમાબેમ સલીમભાઈ માણેક રહે.શુભ સોસાયટી, વાવડી રોડ, નઝમાની બહેન નૂરબાનું રહે.વીસીપરા, નઝમાની નણંદ જીલીબેન રહે.વાવડી રોડ, નઝમાના દેરાણી ભુરીબેન,નઝમાની સાસુ તેમજ નઝમાનો દિયર વલિયો રહે.વીસીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેણીને આરોપી નઝમાની પતિ સાથે પ્રેમ સંબંધ હતો જો કે, મદીનાના પતિ અને પ્રેમી સલીમના પત્ની નઝમાને ખબર પડી જતા પ્રેમસંબંધ પુરા કરી નાખ્યા હતા.

બીજીતરફ પ્રેમ સંબંધ પુરા થવા છતાં ગત તા.8ના રોજ પૂર્વ પ્રેમી સલીમે નઝમાને ફોન કર્યો હોય જેથી નઝમાએ ફોનમાં થોડી વાતચીત કરી ફોન કાપી નાખ્યો હતો.બાદમાં મદીના ઘેર જતા તેની પુત્રીએ ફોન હાથ લઈ અચાનક જ સલીમને ફોન લગાડી દેતા સલીમની પત્ની નઝમાએ ફરિયાદી મદીના સાથે ફોનમાં ઝઘડો કરી હું ઘેર આવું છું કહી સ્કોર્પિયો કારમાં છએય આરોપીઓએ આવી મદીના અને તેની માતા સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવા ધમકી આપી માર માર્યો હતો. આ ઘટનાથી મદીનાબેનના માતાને લાગી આવતા ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પ્રેમકહાનીના આ ઝઘડામાં મદીનાબેનની ફરિયાદના આધારે પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments