મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં જગતજનની ઉમિયા માતાજીના 22 મા પાટોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ ભોજન અને કુવારીકા ભોજન કરાવાયું હતું, તેમજ આશ્રમમાં પધારેલા તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા ગોપી મંડળ અને આશ્રમના સેવક સમુદાયે ભારે જહેમત ઉઠાવી હતી તેવુ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.












