મોરબી નજીક રફાળેશ્વર પાસે આવેલ મંદિર નજીકની રેલવે ફાટક આજે સવારથી કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વગર રેલવે તંત્ર દ્વારા રિપેરિંગના કારણોસર બંધ કરવામાં આવી છે. અચાનક ફાટક બંધ કરી દેવામાં આવતા લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સવારથી જ અહીં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. સાંજના સમયે પણ સિરામિક એકમોના પીક અવર્સ (છૂટવાના સમયે) દરમિયાન આ ફાટક બંધ રહેતા ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. આ ફાટક બંધ હોવાને કારણે અહીંનો તમામ ટ્રાફિક આગળ આવેલી રફાળેશ્વરની બીજી ફાટક તરફ ડાયવર્ટ થતાં ત્યાં પણ વાહનોનું ભારે ભારણ વધી ગયું છે. પરિણામે રફાળેશ્વરની આગળની ફાટક પર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.











