મોરબીના ખાખરાળાની પવિત્ર ધરા પર ઇતિહાસ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. જ્યાં એક સમયે તલવારોની ધાર પર ધર્મ અને ધરતીનું રક્ષણ થયું હતું, ત્યાં જ આજે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા અને લોક ડાયરાની રમઝટ જામી
૧. ઇતિહાસના અજવાળે: ડાંગર કુળનું રાજવી તેજ
ખાખરાળાની ધરતીના રક્ષક એવા પુંજાબાપુ ડાંગર માત્ર એક વીર પુરુષ જ નહીં, પણ મોરબીના મહારાજ અલીયોજીના પરમ મિત્ર અને મુખ્ય રાજકીય સલાહકાર હતા. તેમની બુદ્ધિ અને વફાદારીના કિસ્સાઓ આજે પણ મોરબીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારેલા છે. પુંજાબાપુએ રાજ પ્રત્યે નિભાવી ગયેલી અડગ નિષ્ઠાએ જ ડાંગર કુળની યશપતાકાને આખા પંથકમાં લહેરાવી હતી.
૨. ‘હમીર હાથી’ અને મેસુરબાપુનું અજોડ શૌર્ય
પુંજાબાપુના બે સિંહ સમાન પુત્રો એટલે મેસુરબાપુ અને હમીરબાપુ. જેમણે મોરબી રાજ્યની અજેય ઢાલ બનીને અનેક ધીંગાણા ખેડ્યા હતા. હમીરબાપુની અદભૂત શારીરિક શક્તિને કારણે લોકો તેમને ‘હમીર હાથી’ કહેતા. કહેવાય છે કે પડધરીના યુદ્ધમાં જ્યારે હાથીઓ પણ ગઢના દરવાજા તોડી ન શક્યા, ત્યારે આ વીરે પોતાના ખભેથી લોખંડી કમાડ ઉખેડી નાખ્યા હતા. લતીપરના મેદાનમાં ખપી જનાર આ વીરોની યાદમાં આજે પણ ખાખરાળાના પાદરે ૧૬ સ્તંભનું ભવ્ય કોતરણીવાળું દેવળ ઉભું છે.
૩. ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા અને સ્ટેચ્યુ અનાવરણ
આ શૂરવીરોની સ્મૃતિને તાજી રાખવા ખાખરાળા મધ્યે સમસ્ત ડાંગર પરિવાર દ્વારા ૧૪ અને ૧૫ મે ૨૦૨૬ ના રોજ ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય આકર્ષણ: ૧૫ મે (શુક્રવાર) ના રોજ સાંજે ૪:૩૦ કલાકે વીર પુરુષ હમીરબા (હાથી) ડાંગરના ભવ્ય સ્ટેચ્યુનું અનાવરણ સંતો-મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યુ
આ સાથે જ પુંજાબા, મેસુરબા અને હમીરબાની મૂર્તિઓની સુરપુરા ધામ ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પુનઃ સ્થાપના કરવામાં આવી
૪. મહારાસ અને સંતવાણીની જમાવટ
ધાર્મિક વિધિઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વણઝાર જોવા મળશે. ૧૫ મેની સાંજે ભવ્ય ‘મહારાસ’ રમાયો જ્યારે રાત્રે ૯:૩૦ કલાકે લોકસાહિત્ય અને ભક્તિનો સમન્વય સર્જાશે. જેમાં ગુજરાતના નામી કલાકારો દેવરાજ ગઢવી (નાનો ગઢવી), વાલાભા ગઢવી, લાખાભાઈ કુંભારવાડીયા અને રાજુભાઈ આહીર પોતાની વાણીથી વીરરસ અને ભક્તિરસની હેલી વરસાવી
૫. સંતોના આશીર્વચન અને ભાવભર્યું નિમંત્રણ
આ મહોત્સવ માં રુદ્રાણી જાગીરના પૂજ્ય મહંતશ્રીઓ અને વોંધ નવલાખુ થડે થી આઈ જહુમાં તારાણા થી મૂળિઆઈ માં પાળીયાદ ધામ બગથળા નકલંક ધામ જાજાસર જગ્યા ના મહંત નંદા ભગત સહિત નીઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા. સમસ્ત ડાંગર પરિવાર દ્વારા આ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગે ભાવભર્યું નિમંત્રણ પાઠવી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ડાંગર પરિવાર ના મોભી રાજકોટ ના પૂર્વે મેયર અશોક ભાઈ ડાંગરે પણ સમગ્ર ડાંગર પરિવાર ને સાથે ચાલી સાથે રહી પરિવાર અને સમાજ ના દરેક કાર્ય માં આપણું યોગદાન આપવા ટકોર કરી હતી
ખાખરાળાની માટી આજે પણ આ વીરોના બલિદાનની ગવાહી આપે છે, આવો આપણે સૌ સાથે મળીને આ શૌર્યવંતા પૂર્વજોને વંદન કરીએ.












