મોરબી મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાના આશયથી એક પ્રશંસનીય લોકઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 17/05/2026 ને રવિવારના રોજ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
લખધીરવાસ ચોક, આર્ય સમાજ સામે આવેલા દરજી જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે જ્ઞાતિના બાળકો આગળ વધે તેવા હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 255 જેટલા દરજી જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ સહિત મોરબી દરજી જ્ઞાતિ ટ્રસ્ટીમંડળ અને યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ હાજર રહેલા જ્ઞાતિજનોએ પણ વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહયોગ આપ્યો હતો.













