મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં વિનાયક હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી ઉ.36 નામના પરિણીતાનું એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










